
મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર
અભિનેત્રી જાન્હવી કપૂરે કહ્યું હતું કે મને કેટલાક લોકો ખાસ કરીને સિનિયર અભિનેતા ચાંપલી અને મસ્કાબાજ સમજે છે. વાસ્તવમાં હું એવી નથી.
અનાહિતા શ્રોફ અડજાનિયાના ચેટ શોમાં સહભાગી થતાં જાન્હવીએ એક પ્રસંગ વર્ણવ્યો હતો. 'પંકજ સર મટન રાંધવાની અને અભિનયની કેટલીક વાતો કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું કે સર, તમે તો આઇસક્રીમ છો... પંકજે વેધક નજરે મારી સામે જોયું. એમના ચહેરા પર એવા ભાવ હતા કે હું ચાપલૂસી કરી રહી છું. પરંતુ એવું નહોતું. મારા મનમાં પંકજ સર માટે જે આદર ભાવ હતો એ મેં વ્યક્ત કર્યો હતો. શક્ય છે કે મારી અભિવ્યક્તિ યોગ્ય રીતે નહીં થઇ હોય.. પરંતુ હું ચાંપલી તો નથી જ...'
કરણ જોહરની ફિલ્મ ધડક દ્વારા જાન્હવીએ અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. શાહિદ કપૂરના ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટર સાથે કરેલી ધડક હિટ નીવડી હતી.
હાલ જાન્હવી એક સાથે બે મોટી ફિલ્મો કરી રહી છે- કરણ જોહરની મલ્ટિસ્ટાર મેગાબજેટ ફિલ્મ તખ્ત અને દિનેશ વીજનની રુહ-અફઝા. રુહ અફઝામાં એનો ડબલ રોલ છે, રુહ અને અફઝા બે સગ્ગી જોડકી બહેનોની વાત છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G7iF9x
via Latest Gujarati News
0 Comments