
મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર
અભિનેત્રી રાધિકા માદને એ સમાચારને સમર્થન આપ્યું હતું કે હિન્દી મિડિયમની સિક્વલ અંગ્રેજી મિડિયમમાં ઇરફાન ખાન સાથે કરીના કપૂર ખાન પણ ચમકી રહી હતી.
ઓરિજિનલ ફિલ્મ હિન્દી મિડિયમમાં ઇરફાન ખાન સાથે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર ચમકી હતી. આ ફિલ્મ હિટ નીવડતાં એના સર્જકોએ સિક્વલની જાહેરાત પણ કરી હતી.
દરમિયાન, ઇરફાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં એ 2018ના માર્ચમાં સારવાર માટે વિદેશ જવા રવાના થયો હતો. તાજેતરમાં એ સારવાર પૂરી કરીને સ્વદેશ પાછો ફર્યો હતો ત્યારે હિન્દી મિડિયમની સિક્વલની ઔપચારિક જાહેરાત થઇ હતી. આ ફિલ્મમાં રાધિકા માદન ઇરફાન ખાનની પુત્રીનો રોલ કરે છે.
રાધિકાએ સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરતાં સાથે લખ્યું હતું કે અમારી જોડે કરીના કપૂર ખાન પણ ચમકી રહી છે. આ ફિલ્મમાં કરીના પહેલીવાર પોલીસ અધિકારીનો રોલ કરશે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તનાવ જેવું હોવાથી સબા કમર કે બીજી કોઇ પાકિસ્તાની અભિનેત્રીને લેવાની ફિલ્મ સર્જકોની ઇચ્છા નથી. ઇરફાન ખાને સિક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું હતું.
કરણ જોહરની તખ્ત શરૂ કરવા પહેલાં કરીના અંગ્રેજી મિડિયમ પૂરી કરશે. એણે કરેલી યોજના મુજબ આ વર્ષના નવેંબર સુધીમાં એ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ધારે છે. ત્યાર બાદ કરણ જોહરની તખ્ત શરૂ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPYLFn
via Latest Gujarati News
0 Comments