
મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર
સુપરહિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક માટે મોખરાના અભિનેતા શાહિદ કપૂરે સારી એવી પૂર્વતૈયારી કરી હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મમાં શાહિદ કપૂરે કૉલેજ સ્ટુડન્ટનો રોલ કરવાનો છે. પોતે આ રોલમાં પરફેક્ટ દેખાય એ માટે શાહિદે ફિટનેસ એક્સપર્ટ સમીર જૌરાની મદદ લીધી હતી અને સમીરે સૂચવ્યા મુજબનો પૌષ્ટિક આહાર તથા નિયમિત વર્ક આઉટ દ્વારા એણે સારું એવું વજન પણ ઘટાડયું હતું. એની આ તૈયારી ફિલ્મ સર્જકોને પસંદ પડી હતી.
મૂળ તેલુગુ ફિલ્મ 2017માં રિલિઝ થઇ હતી. એ જોયા પછી શાહિદે પોતાની પૂર્વતૈયારી શરૂ કરી હતી. એ છેલ્લા થોડા મહિનાથી આ રોલની તૈયારીમાં લાગી ગયો હતો. હવે એ આ રોલ માટે ફિટ સાબિત થઇ રહ્યો છે.
સમીરે કહ્યું હતું કે છેક 2003માં રજૂ થયેલી ફિલ્મ ઇશ્ક વિશ્કમાં શાહિદે કૉલેજ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો. એ વાતને પંદર સોળ વર્ષ વીતી ગયાં. હવે ફરી એવો રોલ કરવા માટે મેં એને રોજની ફક્ત 1400-15- કેલરી આપે એવા આહારની ભલામણ કરી હતી. એણે પણ આજ્ઞાાંકિત વિદ્યાર્થીની જેમ મારાં બધાં સૂચનનો અમલ કર્યો હતો અને હવે એ આ રોલ માટે તૈયાર છે. એણે 14 કિલો જેટલું વજન ઘટાડયું હતું. આ ફિલ્મમાં કિયારા અડવાણી એની હીરોઇન છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I72mfc
via Latest Gujarati News
0 Comments