એ સમાચાર ખોટા છે, હું સ્ત્રી ટુ કરતો નથી : વરુણ ધવન


મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર

મોખરાના અભિનેતા વરુણ ધવને એવી સ્પષ્ટતા કરી હતી કે હું સ્ત્રીની સિક્વલ સ્ત્રી ટુમાં કામ કરતો નથી. આ અંગે મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ સાવ ખોટ્ટા છે.

મિડિયાના એક હિસ્સામાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે જુડવા ટુ કરનારો વરુણ સ્ત્રી ટુ કરવાનો છે. પરંતુ વરુણે આ રિપોર્ટને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

સ્ત્રી એક હોરર કોમેડી ફિલ્મ હતી જેણે બોક્સ ઑફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. એ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ચમક્યાં હતાં.

ત્યારબાદ એની સિક્વલની વાત શરૂ થઇ હતી. એ સાથે મિડિયામાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે વરુણ ધવન સિક્વલમાં રાજકુમાર રાવના સ્થાને દેખાશે. વરુણે આ સમાચારને રદિયો આપ્યો હતો. એણે કહ્યું કે મેં પણ આ સમાચાર સાંભળ્યા છે પરંતુ મને કહેવા દો કે આ સમાચાર સાચા નથી. મારી પાસે સ્ત્રી ટુની ઑફર આવી નથી અને આવે તો પણ હાલ મારી પાસે તારીખો નથી. મારી પાસે એકથી વધુ ફિલ્મો છે.

હાલ વરુણ કરણ જોહરની મલ્ટિસ્ટાર મેગાબજેટ ફિલ્મ કલંક કરી રહ્યો છે અને એના શૂટિંગમાં બીઝી છે. એની પાસે હાલ તારીખો નહીં હોવાથી એણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ વર્ષમાં હું મારી ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન પણ કરવાનો નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KgX6aI
via Latest Gujarati News

Post a Comment

0 Comments