આપણો સમાજ સુદ્રઢ મહિલાઓને સ્વીકારતો નથી : હુમા કુરૈશી


મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર

અભિનેત્રી ફિલ્મ સર્જક હુમા કુરૈશીએ કહ્યું હતું કે આપણો સમાજ દ્રઢ મનોબળ ધરાવતી મહિલાઓને પસંદ કરતો નથી. કહ્યાગરી અને કમજોર મહિલા સૌને સ્વીકાર્ય છે.

ગેંગ્સ ઑફ વાસેપુર સિરિઝની ફિલ્મો ઉપરાંત ડી ડે અને બદલા જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી હુમા કહે છે કે સ્વતંત્ર અભિપ્રાય ધરાવતી અને દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રી કોઇને સ્વીકાર્ય નથી. એટલે બોલિવૂડમાં નાયિકા પ્રધાન સ્ક્રીપ્ટ બહુ ઓછી લખાય છે. 

આપણા દેશમાં હીરો પ્રધાન ફિલ્મો વધુ બને છે અને એજ ચાલે છે. કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે. કોઇ બળકટ મહિલા હોઇ શકે એ વિચારજ આપણે ત્યાં વિકસ્યો નથી એટલે મહિલા પ્રધાન કથા ધરાવતી ફિલ્મો વધુ બનતી નથી.

એણે  ઉમેર્યું હતું કે છેલ્લા થોડા સમયથી આ માનસિકતા બદલાઇ રહી હોય એવું લાગે છે. સારી નાયિકા પ્રધાન ફિલ્મો પણ બનતી થઇ છે અને બોક્સ ઑફિસ પર ચાલી છે. આ એક મહત્ત્વનું પરિવર્તન છે. એને આવકારવું જોઇએ. મહિલા ફિલ્મ સર્જકો પણ સારું કાઠું કાઢી રહી છે. એ એક આવકાર્ય બાબત છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OVRfGp
via Latest Gujarati News

Post a Comment

0 Comments