શેઝમનો બોક્સ ઑફિસ પર ધમાકેદાર આરંભ


લોસ એંજલ્સ તા.8 એપ્રિલ 2019, સોમવાર

વોર્નર બ્રધર્સની ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સની લેટેસ્ટ ફિલ્મ શેઝમનો આરંભ ધાર્યા કરતાં વધુ જોરદાર બની રહ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ફિલ્મ રજૂ થયાના પહેલાજ વીક એન્ડમાં શેઝમે 53.5 મિલિયન ડૉલર્સની કમાણી નોંધાવી હતી. અન્ય સુપરહીરો ફિલ્મોની તુલનાએ આ ફિલ્મ મધ્યમ બજેટ દ્વારા બની હતી. એને સમીક્ષકોના રિવ્યૂ પણ સરસ મળ્યા હતા અને બોક્સ ઑફિસ પર પણ આ ફિલ્મે ધૂમ મચાવી હતી.

બેટમેન કે સુપરમેન યા આયર્ન મેન જેવી લોકપ્રિયતા કે યશ શેઝમના પાત્રને મળ્યાં નથી. બાકી આ પાત્ર અન્ય સુપરહીરોઝ કરતાં વધુ જૂનું છે. માત્ર 100 મિલિયન ડૉલર્સના બજેટથી બનતી અને કોમેડીનો સ્પર્શ ધરાવતી આ પાત્રની ફિલ્મો ધીમી પણ મક્કમ ગતિએ હિટ નીવડતી રહી છે. 

ફિલ્મ રજૂ થયાના પહેલા વીક એન્ડમાં શેઝમે પોતાની સાથે રજૂ થયેલી અન્ય ફિલ્મો કરતાં સારો દેખાવ કર્યો હતો. પેરેમાઉન્ટે રજૂ કરેલી 1989ની હિટ ફિલ્મ પેટ સેમેટરીની રિમેકને પહેલા વીક એન્ડમાં 25 મિલિયનની કમાણી થઇ હતી. સ્વાભાવિક રીતેજ શેઝમને મળેલા આવકારથી ફિલ્મ સર્જકો ખુશ હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uz2dqA
via Latest Gujarati News

Post a Comment

0 Comments