કિંગફિશરની જેમ Jet Airwaysનું પણ દેવાળુ ફૂંકાશે

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019 સોમવાર

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાની અધ્યક્ષતામાં તમામ પબ્લિક સેક્ટર બેન્કોએ પોતાને જેટ એરવેઝની સમસ્યાનું સમાધાન કરવા માટે 180 દિવસોનો સમય આપ્યો છે. સમયસર દેવુ ના ચૂકવ્યા પર RBIના સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટે અમાન્ય જાહેર કરી છે.

નાણાં મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે બેન્કોએ મંત્રાલયને જણાવ્યુ છે કે તે જેટ એરવેઝ એરલાઈન્સનુ દેવુ ચૂકવવાની વધારે રાહ જોઈ શકે તેમ નથી. જો એરલાઈન્સ કોઈ રોકાણકાર લાવવામાં અસફળ થશે તો બેન્ક 30 જૂન સુધી જેટ એરવેઝને નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે. 

સૂત્રો અનુસાર જેટ એરવેઝે આ સમસ્યાને ઉકેલવા માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે. પંજાબ નેશનલ બેન્ક અને SBIએ પહેલા જ એરલાઈન્સને 1500 કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે.

SBI અનુસાર હવે સમગ્ર ધ્યાન એ વાત પર છે કે એરલાઈન્સને એક મહત્વપૂર્ણ રોકાણકાર મળી શકે પરંતુ જો એવુ ના થાય તો બેન્ક વધારે રાહ જોશે નહીં અને આ કેસને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની પાસે ઉકેલ માટે મોકલી દેશે. જેટને પહેલુ ચૂકવણુ 31 ડિસેમ્બરે કરવાનુ હતો. હવે 180 દિવસનો સમય મળ્યા બાદ આ તારીખ 30 જૂન થઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjsHpl
via Latest Gujarati News

Post a Comment

0 Comments