જેક વ્હાઇટહૉલ માઉસ ગાર્ડમાં ચમકશે ?


લોસ એંજલ્સ તા.8 એપ્રિલ 2019, સોમવાર

અભિનેતા કોમેડિયન જેક વ્હાઇટહૉલ ફિલ્મ સર્જક એન્ડી સર્કિસની માઉસ ગાર્ડ ફિલ્મમાં ચમકે એવી શક્યતા હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા.

અત્યાર અગાઉ ઇદ્રિસ એલ્બા, થેામસ બ્રોડી-સેંગ્સ્ટર અને સેમ્સન કેયો સાઇન થઇ ચૂક્યા છે. એન્ડી સર્કિસે તાજેતરમાં મોગલીઃ લેજન્ડ ઑફ ધ જંગલ ફિલ્મ બનાવી હતી જે ટિકિટબારી પર ધૂમ મચાવી ગઇ હતી.

માઉસ ગાર્ડમાં એવા મૂષકોની કથા છે જે ગરૂડ અને શિયાળ જેવા શત્રુઓની સામે લડીને પોતાની જમાતના રક્ષણ માટે સતત ખડે પગે રહે છે. ડાયરેક્ટર એન્ડી સર્કિસ પોતે વિલન બ્લેકસ્મિથનો રોલ કરવાના છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WWuWTR
via Latest Gujarati News

Post a Comment

0 Comments