મારા વ્યક્તિત્વને અનુરૂપ લવ સ્ટોરીની તલાશમાં છું : જ્હૉન અબ્રાહમ


મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર

મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે મારા વ્યક્તિત્વને અનુરૂપ લવ સ્ટોરી ફિલ્મ કરવાની મારી ઉત્કટ ઇચ્છા છે.

હજુ થોડા દિવસ પહેલાં જ્હૉને મીઠી રાવ કરતાં કહ્યું હતું કે મને મોટે ભાગે ગે લવ સ્ટોરીની ફિલ્મો મળે છે. એક્શન ફિલ્મો ઘણી કરી, ગે લવ સ્ટેારી પણ કરી. હવે મને નેચરલ લવ સ્ટોરી કરવી છે. મારી કસરતી કાયા સાથે ફિટ બેસે એવી લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ કરવાની મારી ઇચ્છા છે. એવી ઑફર આવે એની વાટ જોઇ રહ્યો છું.

46 વર્ષના આ અભિનેતાએ કહ્યું કે મને અત્યાર સુધી કોઇ સ્વાભાવિક લવ સ્ટોરીની ફિલ્મ મળી નથી. મને પોતાને એની નવાઇ લાગે છે. સારી સ્ક્રીપ્ટ મારા હાથમાં આવે તો હું પોતે એવી લવ સ્ટોરી બનાવવા તૈયાર છું.

જ્હૉન અગાઉ મદ્રાસ કાફેથી માંડીને તાજેતરમાં રજૂ થયેલી પોખરણ અને સત્યમેવ જયતે જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I5Ad8g
via Latest Gujarati News

Post a Comment

0 Comments