આરજેડીએ રજૂ કર્યો ચૂંટણી ઢંઢેરોઃ પ્રમોશનમાં અનામત લાવવાની દરખાસ્ત

પટના, તા. 8 એપ્રિલ 2019, સોમવાર

લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળે આજે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવે પટના સ્થિત આરજેડી કાર્યાલયમાં મેનિફેસ્ટો જારી કર્યો.

આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે દેશ કોઇના બાપનો નથી. અમારા પ્રયાસ રહેશે કે દરેક થાળીમાં રોટી અને દરેક હાથમાં કલમ હોય. એ સાથે જ તેજસ્વી યાદવે કહ્યું કે અમે કોંગ્રેસની ન્યાય યોજના સાથે સંપૂર્ણ સહમત છીએ અને અમે એનું સમર્થન કરીએ છીએ. દરેક ઘર સુધી વિકાસ પહોંચે એ અમારું લક્ષ્ય છે.

આરજેડીએ ચૂંટણી ઢંઢેરામાં અનામત વિશે પણ વાત કરી છે અને કહ્યું કે વસતીના હિસાબે અનામત હશે. સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અમે મંડલ કમિશનના તમામ સૂચનોને અને 200 પોઇન્ટ રોસ્ટરને લાગુ કરીશું.

આરજેડીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જો બિહારમાં આરજેડીની સરકાર બનશે તો રાજ્યમાં તાડી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. લાલુપ્રસાદ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તાડીને ટેક્સફ્રી કરી હતી.

સવર્ણ અનામત પર નિવેદન આપતા તેજસ્વી યાદવે કહ્યું કે ગરીબ સવર્ણોને નહીં પરંતુ શ્રીમંત સવર્ણોને અનામત આપવામાં આવી છે. મુખ્ય મુદ્દો ગરીબી છે. જે ગરીબ છે પછી તે સવર્ણ હોય કે દલિત તેમને અનામત મળવી જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uTC1bL
via Latest Gujarati News

Post a Comment

0 Comments