ભાજપના મેનિફેસ્ટોમાં ખેડૂતો માટે શું છે જાણો...

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019 સોમવાર

ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગત પાંચ વર્ષનો હિસાબ પણ જનતા સમક્ષ મૂક્યો. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં જેને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે તેમાં જનતાને કયા વચન આપવામાં આવ્યા છે. તેની જાહેરાત કરી છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટેના કેટલાક વચન

1. કિસાન સમ્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે

2. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા પણ આપશે

3. રાષ્ટ્રીય વેપાર પંચની રચના કરવામાં આવશે

4. 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો લક્ષ્ય છે

5. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવામાં આવશે

6. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત સિંચાઈ પરિયોજનાઓને પૂર્ણ કરવાની દિશામાં કાર્ય

7. ભૂમિ રેકોર્ડના ડિજીટલિકરણની દિશામાં કામ કરાશે

8. પાકને જાળવી રાખવાની વ્યવસ્થા વધારાશે

9. કૃષિ વિસ્તારમાં ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdtPgS
via Latest Gujarati News

Post a Comment

0 Comments