દરેક વિધાનસભા ક્ષેત્રના 5 બૂથો પર EVM-VVPATને સરખાવવા સુપ્રીમ કોર્ટેનો આદેશ


નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર

સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણીમાં EVM અને VVPATની સરખામણી પાંચ ગણી વધારી દીધી છે. કોર્ટે ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ વધારીને પાંચ બૂથોની VVPATની ચિઠ્ઠીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટ કહ્યું કે, તે મતદાતાઓના વિશ્વાસ અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતાને ધ્યાનમાં રાખીને VVPATની તપાસના સેમ્પલ વધારી રહ્યાં છે. જ્યારે ચૂંટણી પંચે આ વિશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ સ્વકાર્ય છે અને આયોગ EVMમાં પડેલા મત અને VVPATની સરખામણીને લઇને સુપ્રીમ કોર્ટના આદેશનું ઝડપની અનુપાલન કરશે

અત્યાર સુધી ચૂંટણીપંચ 4,125 EVM-VVPATને સરખાવતું હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વધીને 20,625 EVM-VVPATની સરખામણી થશે. અત્યાર સુધી ચૂંટણીપંચ દરેક વિધાનસભાની ચૂંટણીમાં બેઠકદીઠ એક મતદાન કેન્દ્રમાં અને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રના એક મતદાન કેન્દ્રની આ પ્રક્રિયાનું પાલન કરતા હતા. પરંતુ કોર્ટના આદેશ બાદ દરેક વિધાનસભા ક્ષેત્રમાં એકની જગ્યાએ પાંચ બૂથો પર EVM-VVPAT સરખાવાશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gbhki5
via Latest Gujarati News

Post a Comment

0 Comments