
નવી દિલ્હી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
કોંગ્રેસ પક્ષમાંથી એવા સુર ઉઠયા હતા કે પ્રિયંકા ગાંધીને પણ સામાન્ય ચૂંટણી લડાવ. પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જીવંત કરવાની જવાબદારી લઇને બેઠેલા પ્રિયંકા ગાંધી આ અંગે કંઇ જ બોલતા નથી.
બલકે તેમણે તો આ અંગેનો નિર્ણય તેમના ભાઇ અને પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી પર છોડી દીધો હતો. તાજેતરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આને રહસ્ય જ રહેવા દો. જોઇએ આગળ શું થાય છે.
અગાઉ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના પ્રથમ લક્ષ્યાંક ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં, બલકે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. તેઓ ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન આપે.
જો કે કોંગ્રેસ પક્ષમાંથી તેમને લોકસભાની ચૂંટણી વારાણસીમાંથી લડાવવા અનેક વિનંતી મળે છે. જેમ કે ગયા મહિને જ્યારે તેઓ તેમના માતા સોનિયા ગાંધી માટે રાય બરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને પણ ચૂંટણી લડવા વિનંતી કરાઇ હતી.
એ વખતે તેમણે હસીને કહ્યું હતું 'તો પછી શા માટે વારાણસી નહીં'. બસ તેમની આ વાતને કાર્યકર્તાઓ પકડીને બેઠા છે. તેઓ ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી પણ લોકસભાની ચૂંટણી લડે. ૪૭ વર્ષની પ્રિયંકા હાલમાં તેમના ભાઇ માટે રોડ શો કરે છે અને સભાઓમાં ભાષણો પણ આપે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IMEtJl
via Latest Gujarati News
0 Comments