કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જુઠાણાથી ભરપુર, વિપક્ષને જવાનો પર વિશ્વાસ નથી : મોદી


નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતી વેળાએ મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. મોદીએ 

જણાવ્યું હતું કે મમતા દીદી વીકાસના સ્પીડ પ્રેકર છે, કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવતી સહાય તેઓ રાજ્યોના નાગરીકો સુધી પહોંચવા નથી દેતા. મમતા ઇચ્છે છે કે પશ્ચિમ બંગાળમાં 

ગરીબી રહે જેના આધારે તેઓ પોતાની રાજનીતી કરવા માગે છે. 

ગાંધી પરિવાર પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું કે દેશમાં લોકશાહી બહુ જ ટંુકા ગાળા માટે જ રહી કેમ કે વર્ષો સુધી ગાંધી પરિવારે રાજ કર્યું અને દેશમાં લોકશાહી ખતમ કરી 

નાખવા જાતીવાદનું જેર ફેલાવ્યું હતું. કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે કટાક્ષ કરતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે તેનો અમલ કરવાથી સુરક્ષા જવાનોનું મનોબળ તુટી 

જશે. જોકે સાથે મોદીએ દાવો કર્યો હતો કે અમે પણ આફ્સ્પાને અનેક વિસ્તારોમાં હળવો કર્યો છે અને બિનજરુરી કાયદામાં સુધારા કર્યા છે. જોકે કોંગ્રેસ આ કાયદાને દુર કરવા માગે છે 

જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને દેશના જવાનો પ્રત્યે કોઇ જ વિશ્વાસ નથી. મોદીએ સાથે કોંગ્રેસ પર જુઠાણા ફેલાવવાના આરોપો પણ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે કોંગ્રેસે 

મેનિફેસ્ટોમાં જે પણ વચનો આપ્યા તે પુરા નહીં કરે કેમ કે તે જુઠા છે. મોદીએ પશ્ચિમ બંગાળ ઉપરાંત અરુણાચલ પ્રદેશમા પણ સભા સંબોધી હતી, જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 

અરુણાચલ પ્રદેશમાં કેન્દ્રની એનડીએ સરકારે ઘણો વિકાસ કર્યો છે.

 અહીં દરેક ઘરમા હવે વીજળી છે. સાથે મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની જેમ ભાજપે ક્યારેય પણ જુઠા વચનો નથી આપ્યા. જ્યારે કોંગ્રેસ દરેકના ખાતામાં 72 હજાર જમા કરવાના જે 

વચનો આપી રહી છે તે જુઠા છે. કોંગ્રેસે ખેડૂતોને મત માટે મુર્ખ બનાવ્યા હોવાનો આરોપ પણ મોદીએ લગાવ્યો હતો.

મમતા બેનરજી વિકાસના કામોમાં સ્પીડ બ્રેકર, પશ્ચિમ બંગાળને ગરીબ રાખી પોતાના રાજકીય રોટલા શેકે છે તેવો આરોપ 

આફ્સ્પા કાયદામાં સુધારાના કોંગ્રેસના વચનનો મોદીએ વિરોધ કર્યો 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K4DfLG
via Latest Gujarati News

Post a Comment

0 Comments