ગ્રેટર નોઈડા, તા.૨
ભારતને વન ડે અને ટી-૨૦ વર્લ્ડકપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે ટેસ્ટમાં નંબર વન બનાવનારા ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની સરખામણી માત્ર ૯ ટેસ્ટ અને ૧૫ વન ડે રમી ચુકેલા ૨૧ વર્ષના પંતની સાથે થઈ રહી છે. આ અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં ભારતના લેજન્ડરી કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ધોનીની સરખામણી પંતની સાથે ન કરવી જોઈએ.
કપિલે એમ પણ ઉમેર્યું કે, પંત તો શું ધોનીની સરખામણી અન્ય કોઈ ક્રિકેટરની સાથે પણ કરવી ન જોઈએ. ભારતીય ક્રિકેટમાં ધોનીનું જે કદ છે, તેની બરોબરી કરી શકે તેવું કોઈ જ નથી. પંત પણ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની સરખામણી ધોની સાથે કરીને તેના પર દબાણ કરવું ન જોઈએ. તેનો સમય ચોક્કસ આવશે.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટરો વર્કલોડના નામે ટીમ ઈન્ડિયા રમતી હોય ત્યારે આરામ ફરમાવતા જોવા મળે છે. જે અંગેના પ્રશ્નની મજાક ઉડાવતા ૧૯૮૩ના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, માત્ર ક્રિકેટરો જ શા માટે આપણા બધા પર વર્કલોડ તો હોય જ છે. આપણે આ નાનકડી બાબતને મોટો મુદ્દો બનાવી દીધો છે. વર્કલોડ શું છે ? મહેનત કરનાં હી ન ? ક્યા અબ આપ મહેનત કરના ભી નહી ચાહતે ?
વર્લ્ડકપ જીતવો મીઠાઈ ખરીદવા જેટલું આસાન નથી
કપિલ દેવે કહ્યું કે, વર્લ્ડકપ જીતવો એ દુકાનમાં જઈને મીઠાઈ ખરીદવા જેટલું આસાન નથી. હાલના તબક્કે તો તે એક મિશન હોવું જોઈએ. હું ટીમનો ટીકાકાર બનવા નથી ઈચ્છતો. જોકે વર્લ્ડકપ માટે ચાર વર્ષનું આયોજન જોઈએ. મને લાગે છે કે, પસંદગીકારોએ ખેલાડીઓ નક્કી કરી લીધા હશે અને હવે ખેલાડીઓએ તેમનું પર્ફોમન્સ આપવાનું છે. આવી મોટી ટુર્નામેન્ટ જીતવા માટે ભાગ્યની મદદની પણ જરુર રહે છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FYVP3N
via Latest Gujarati News
0 Comments