કુઆલાલુમ્પુર, તા. ૨
ભારતીય મહિલા હોકી ટીમ હાલ મલેશિયાના પ્રવાસે પહોંચી ગઈ છે અને બંને દેશો વચ્ચે આવતીકાલથી પાંચ મેચની સિરીઝનુ આયોજન થશે. ભારતની મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે સવિતા પુનિયા જવાબદારી સંભાળી રહી છે. આવતા વર્ષે ટોકિયોમાં ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે ભારતની મહિલા હોકી ટીમ તેમાં ક્વોલિફાય થવા માટે કમર કસી રહી છે.
કુઆલાલુમ્પુર ખાતે આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. તાજેતરમાં ભારતની મહિલા હોકી ટીમે સ્પેનનો પ્રવાસ ખેડયો હતો, જ્યાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સ્પેનિશ ટીમ સામે ભારતે પ્રથમ મેચમાં ૫-૨થી જીત હાંસલ કરી હતી. જ્યારે બે મેચો અનુક્રમે ૧-૧ અને ૨-૨થી ડ્રો રહી હતી. ભારત આખરી મેચમાં ૨-૩થી હાર્યું હતુ.
મહિલા હોકી ટીમના કોચ મારિજ્નેએ કહ્યું કે, દરેક વખતે હાયર રેન્ક ટીમને હરાવવી આસાન હોતી નથી. ખેલાડીઓએ શિસ્તબધ્ધ રીતે વધુ જવાબદારી સાથે રમવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે ટીમ વધુ જવાબદારી સાથે રમે અને ખેલાડીઓ તેમની પ્રગતિને મેદાન પરના પરિણામોમાં દર્શાવે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UswdnR
via Latest Gujarati News
0 Comments