પ્રતિકૂળ હવામાન છતાં નાશિકમાં દ્રાક્ષનું વિક્રમી ઉત્પાદન:કેનેડા સહિતના દેશોમાં નિકાસ


મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાન છતાં નાશિકમાં દ્રાક્ષના ઉત્પાદન પર વિપરીત અસર નથી થઇ.  દ્રાક્ષનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી કેનેડા, રશિયા અને મલેશિયા સહિતના દેશોમાં વિક્રમી નિકાસ થવાની છે.

મહારાષ્ટ્રમાં આ વખતે દ્રાક્ષના પાકને કુદરતનો સાથ મળતા ઉચ્ચ ગુણવત્તાવાળી દ્રાક્ષનું ઉત્પાદન થયું છે. આ વખતે રાજ્યમાં દ્રાક્ષનું એકંદર વાવેતર થાય છે તેના ૬૦ ટકા વિસ્તારમાં કિાસ માટેની દ્રાક્ષની આગોતરી નોંધણી થઇ ગઇ હતી. આ ઉપરથી એવું જાણવા મળે છે કે કેનેડા, રશિયા અને મલેશિયા સહિત અનેક યુરોપિયન દેશોમાં નાશિકની દ્રાક્ષની ડિમાન્ડ વધવા માંડી છે.

નાશિક જિલ્લામાં આ વખતે નિકાસ માટેની દ્રાક્ષ ૩૮,૪૩૧ હેક્ટરમાં ઉગાડવામાં આવી હતી. ગયા વર્ષે આ પ્રમાણ ૩૦ હજાર હેક્ટરનું હતું. આમ આ  વર્ષે ૧.૪૩ લાખ ટન દ્રાક્ષની પરદેશમાં નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષ કરતાં ૪૧ હજાર ટન વધુ દ્રાક્ષની આ વર્ષે નિકાસ કરવામાં આવી હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IWLTcN
via Latest Gujarati News

Post a Comment

0 Comments