મુંબઇ ચોપાટી ઉપર મહાપાલિકા તરફથી સેલ્ફી- પોઇન્ટ રચાશે


મુંબઇ, તા.25 એપ્રિલ 2019, ગુરુવાર

દક્ષિણ મુંબઇમાં મહાપાલિકા મુખ્યાલય અને શિવાજી ટર્મિનસ પાસે સેલ્ફી-પોઇન્ટ બાંધવામાં આવ્યા પછી હવે પાલિકા તરફથી ચોપાટીના દરિયા કિનારે પણ સેલ્ફી પોઇન્ટ રચાવામાં આવશે.

દરિયા કિનારે સેલ્ફી લેવા જતા તણાઇ જવાની ઘટનાઓ ભૂતકાળમાં બની હતી તેની નોંધ લઇને પાલિકાએ ચોપાટી પર સલામત સેલ્ફી પોઇન્ટ બાંધવાનું વિચાર્યું છે.

સેલ્ફીના ક્રેઝને લીધે અકસ્માતો થતા હોવાથી નગરસેવકોએ દરિયા કિનારે, હેરિટેજના સ્થળે, સરોવરના કિનારે સેલ્ફી પોઇન્ટ રચવાની માગણી કરી છે. આ અંગેનો પ્રસ્તાવ મહાપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવને પ્રશાસન તરફથી મંજૂરી મળ્યા પછી સેલ્ફી પોઇન્ટ બાંધવામાં આવશે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IMb6rg
via Latest Gujarati News

Post a Comment

0 Comments