PM મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી, દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં

 
વારાણસી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી ઉમેદવારી માટે ડીએમ ઓફિસ પહોંચી ગયા છે. પીએમ મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતા પણ હાજર છે. પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલને પગે લાગી આશિર્વાદ લીધા. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પુરી થઈ ચુકી છે. 



ઉમેદવારી પહેલા ડીએમ ઓફિસમાં પીએમ મોદીએ મહિલા પ્રસ્તાવકના ચરણ સ્પર્શ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જે મહિલાના ચરણ સ્પર્શ કર્યા તે પાણિનિ કન્યા મહાવિધ્યલયના આચાર્ય અન્નપૂર્ણા શુક્લા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક માટે સવારે 11થી 12ની વચ્ચે ઉમેદવારી નોંધાવશે. નામાંકન પહેલા મોદી કાલભૈરવ અને કાશી વિશ્વનાથના દર્શન પુજા કરશે.

વારાણસીથી ઉમેદવારીપત્ર ભરવામાં આવે તેના એક દિવસ પહેલા જ મોદીએ ભવ્ય રોડ શો યોજી ગંગા આરતી કરી હતી, ગઈકાલે રોડ શો બાદ PM નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. 

મોદીના ભાષણ પહેલા કાર્યકર્તાઓ દ્રારા મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓની કામગીરી વિશે કહ્યું કે, મને પણ દિવાલ પર પોસ્ટર ચોંડાટવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ બુથનો કાર્યકર રહ્યો છું. તેમણે કહ્યું કે હું દેશનું માથું ઝુકવા નહીં દઉ તમે બુથ પરથી ભાજપનો ઝંડો ઝુકવા દેશો નહીં. મેરા બુથ સમબસે મજબૂત. આજે હું આ મંચના માધ્યમથી આપને અને દેશવાસીઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું.

તેમણે ગઈકાલે કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવેલી મહેનતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાં ઉત્સાહનો માહોલ હોવાની વાત કહી તેમણે કહ્યું કે દેશના લોકો કહી રહ્યા છે કે, ફિર એક બાર મોદી સરકાર.

હું પૂરા દેશની ચૂંટણી જોઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, ચૂંટણી દેશની જનતા લડી રહી છે. દેશની જનતા પાંચ વર્ષના અનુભવના આધારે અનેક આશા, અપેક્ષા લઈને આપણી સાથે જોડાઈ ચૂકી છે. જે ખૂબ મોટું સૌભાગ્ય છે. દેશના રાજનૈતિક ચરિત્રને બદલી દીધું છે. જનતા સરકાર બનાવે છે બનાવવું જનતાના હાથમાં છે, ચલાવવું અમારી જવાબદારી છે અને આપણે ઈમાનદારીથી એ જવાબદારી નિભાવી.

મેં કોઈ દિવસ બહાનેબાજી નથી કરી કે હું પ્રધાનમંત્રી છું. પાંચ વર્ષમાં એક કાર્યકર્તાના રૂપે હિસાબ આપુ છું. પાર્ટીએ મારી પાસે સમય માગ્યો અને એક વખત પણ મેં ના નથી પાડી.

ગઇ કાલે આશરે સાત કીમી લાંબા આ રોડ શોની શરૃઆત મોદીએ પંડિત મદન મોહન માલવિયાના સ્મારકને પુષ્પાહાર કરીને કરી હતી. શહેરના અસ્સી અને લંકા વિસ્તારમાંથી મોદીનો આ રોડ શો પસાર થયો હતો, અહીં આવેલા દશાસ્વમેઢ ઘાટ પર આ રોડ શો અટક્યો હતો જ્યાં મોદીએ બાદમાં ગંગા આરતી કરી હતી. તેમની સાથે યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહીતના નેતાઓ પણ હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IXV4K6
via Latest Gujarati News

Post a Comment

0 Comments