નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019 ગુરુવાર
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સપા, બસપા અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પર નિશાન સાધતા ગુરુવારે કહ્યુ કે અખિલેશ યાદવ, માયાવતી અને રાહુલ ગાંધી દેશની રક્ષા કરી શકે તેમ નથી. શાહે કહ્યુ કે ભાજપના લોકો આતંકવાદીઓની સાથે ઈલુ-ઈલુ કરી શકતા નથી.
કેન્દ્રીય મંત્રી અને ગાઝીપુર લોકસભા બેઠક પરથી પુન: ભાજપ ઉમેદવાર મનોજ સિન્હાના સમર્થનમાં એક ચૂંટણી જનસભામાં શાહે કહ્યુ, આ મહામિલાવટી લોકો દેશની વાતો કરે છે.
અમે દેશની સુરક્ષા સાથે છેતરપિંડી કરી શકીએ નહીં. પાકિસ્તાનથી ગોળી આવી તો અહીંથી ગોળા જશે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના તાર ગેંગના લોકો સાથે જોડાયેલા છે અને તેઓ દેશને તોડવાની ઈચ્છા રાખે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHImzZ
via Latest Gujarati News
0 Comments