બોર્ડર પર ભારતીય સેનાનું મનોબળ મજબૂત કરવા ચાર સુરંગો બનાવાશે

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019 ગુરુવાર

બોર્ડર પર સેનાના ઑપરેશનને મજબૂતી આપવા માટે ભારતે મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ તૈયારીઓથી ભારતીય સેનાનું બોર્ડર પર મનોબળ ઘણુ ઉંચુ રહેશે કેમ કે સેનાને હવે ખરાબ પરિસ્થિતિમાં પણ હથિયાર અને ગોળા બારૂદ સપ્લાય કરવાને લઈને ટેન્શન રહેશે નહીં.

અત્યારના દિવસોમાં બોર્ડર પર વધી રહેલા જોખમમાં ભારત, ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ ચાર મોટી સુરંગો બનાવવા જઈ રહ્યા છે. જેમાં ત્રણ સુરંગો ભારત-ચીન બોર્ડર પર અને એક સુરંગ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બનાવવામાં આવશે.

આ સુરંગોનું નિર્માણ ભારતીય સેનાના ઑપરેશનની તૈયારી હેઠળ કરવામાં આવી રહ્યુ છે. જેનાથી સેના સુધી હથિયાર અને ગોળા બારૂદ પહોંચાડવામાં સરળતા થશે એટલે જ્યારે પણ જરૂર પડશે ભારતીય સેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થશે. ભારત-ચીન બોર્ડર પર જે ત્રણ ટનલને બનાવવાની યોજના છે. તે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના તવાંગમાં બનાવવામાં આવશે.

મોસમના કારણે આ વિસ્તારમાં સેનાની કેટલીક પોસ્ટનો સંપર્ક લગભગ છ મહિના સુધી પોતાના હેડક્વાર્ટરથી તૂટી જાય છે. એવામાં આ સુરંગ ઑલ વેધર રોડની સાથે સેનાના ફૉર્વર્ડ લોકેશન સુધી જરૂરી સૈન્ય સામાન પહોંચાડવામાં કારગર સાબિત થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WbPIip
via Latest Gujarati News

Post a Comment

0 Comments