મમતા બેનરજીએ કહ્યું કે, પીએમ મોદીને ગિફ્ટ ભલે આપી હશે પણ મત નહી મળવા દઉં


નવી દિલ્હી,તા.25.એપ્રિલ 2019, ગુરુવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વર્ષમાં એકાદ બે ઝભ્ભા અને મિઠાઈ મોકલી આપે છે તેવો ખુલાસો પીએમ મોદીએ અભિનેતા અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં કર્યા બાદ મમતા બેનરજીએ તેનો જવાબ એક જાહેરસભામાં આપ્યો હતો.

હુગલી જિલ્લાની એક જાહેર સભામાં મમતાએ કહ્યુ હતુ કે, પ્રસંગોપાત મેં પીએમ મોદીને મિઠાઈ કે ગિફ્ટ આપી હશે પણ તેમને મત નહી મળવા દઉં.હું દુર્ગાપૂજા જેવા પ્રસંગે પીએમ મોદીને ગિફ્ટ મોકલુ છું અને ચા પણ પિવડાઉું છું પણ તેમને એક પણ મત નહી મળવા દઉં એ નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મારા માટે મમતા બેનરજી જે ઝભ્ભા મોકલાવે છે તેની પસંદગી તે પોતે કરે છે.મને ખબર છે કે હું આ વાત જાહેર કરું છું તેથી કદાચ મને લોકસભા ચૂંટણીમાં રાજકીય નુકસાન થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GFfYML
via Latest Gujarati News

Post a Comment

0 Comments