
મુંબઇ, તા.25 એપ્રિલ 2019, ગુરૂવાર
મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મારા અભિનયવાળી કોઇ ફિલ્મ ફ્લોપ નીવડે તેથી હું હતાશ થતી નથી. મારા કામમાં જરાય કચાશ ન રહી જાય એની હું પાક્કી તકેદારી રાખું છું.
'મારી છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ નીવડી એને હું દુર્ભાગ્ય સમજું છું. પરંતુ ફિલ્મ ફ્લોપ નીવડે તો હું નિરાશ થતી નથી કે ભાંગી પડતી નથી. મારા કામમાં ક્યાંય કચાશ રહી ગઇ નહોતી ને એટલું પૃથક્કરણ જરૂર કરી લઉં છું. ફિલ્મ ફ્લોપ નીવડવાનાં ઘણાં કારણ હોય છે. ફિલ્મ ફ્લોપ નીવડેે ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા સૌને સહન કરવું પડતું હોય છે એ હકીકત હું ધ્યાનમાં રાખું છું' એમ સોનાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એણે કહ્યું કે ફિલ્મ પસંદ કરવાની મારી રીત અલગ છે. મારો અંતરાત્મા સૂચવે તો ફિલ્મ સ્વીકારી લઉં છું. વ્યાવસાયિક અભિનેત્રી તરીકે મારો કાબુ મારા કામ પર હોય. બોક્સ ઑફિસ પર મારો કાબુ નથી. હું માત્ર એટલું ધ્યાનમાં રાખું કે મેં કામચોરી કરી નથી ને ? બાકીનાં પરિબળો મારા હાથમાં હોતાં નથી.
એણે ઉમેર્યું કે મેં કરેલી દરેક ફિલ્મે મને કંઇક ને કંઇક નવું શીખવ્યું છે. મારા માટે દરેક ફિલ્મ મહત્ત્વની હોય છે કારણ કે એક નવો અનુભવ થતો હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GGD6KJ
via Latest Gujarati News
0 Comments