ઇકોનોમી ક્લાસ એ પબ્લિસિટી સ્ટંટ હતો કે?, સોશ્યલ મીડિયા પર આમિર ખાન ટ્રોલ થયો


મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પંકાયેલા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને તાજેતરમાં એક ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરીને સોશ્યલ મિડિયા પર તરખાટ મચાવ્યો હતો.

કેટલાક લોકોએ આમિરની સાદગી અને કરકસરને મોકલા દિલે બિરદાવી હતી. પરંતુ આમિરના બીજા કેટલાક ચાહકો આ પગલાંથી નારાજ પણ થયા હતા. લોકોએ આમિરને ટ્રોલ કર્યો હતો અને જાતજાતની ટીકા કરી હતી.

કેટલાકોએ આ પગલાંને આમિરનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો, તો બીજા કેટલાકે આકરી ટકોર કરતાં લખ્યું કે આમિરની હવે પછીની ફિલ્મ ફ્લોપ નીવડશે તો આમિર સડકો પર ભીખ માગતો નજરે પડશે.

આમિર આ બધી ટકોરને જીરવી ગયો હતો. એ આજકાલ મહારાષ્ટ્રના પાણીની ટંચાઇ ભોગવતા વિસ્તારોમાં જળ સંચયની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. ઉનાળો શરૂ થયો છે એટલે ઘણા વિસ્તારોમાં પાણીની ટંચાઇનો અનુભવ થશે.

આમિરની છેલ્લી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બૂરી રીતે ફ્લોપ નીવડી હતી. એની જવાબદારી આમિરે સ્વીકારી હતી. હાલ આમિર 1994માં રજૂ થયેલી હોલિવૂડની હિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પરથી બની રહેલી લાલસિંઘ ચડ્ડા કરી રહ્યો છે. એ માટે એણે ખાસ્સું વજન ઘટાડયું છે. હોલિવૂડની ઓરિજિનલ ફિલ્મમાં ટોમ હેંક્સ ચમક્યો હતો અને ફિલ્મ હિટ નીવડી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gxrmc7
via Latest Gujarati News

Post a Comment

0 Comments