રિતિક રોશનના સંઘર્ષની વાતો આંતરરાષ્ટ્રીય લેખકના પુસ્તકમાં પ્રગટ થશે


મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર

બોલિવૂડના સૌથી વધુ હેન્ડસમ ગણાતા અભિનેતા રિતિક રોશનના સંઘર્ષ અને કામિયાબીની વાતો એક આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખક લખી રહ્યા હોવાની માહિતી મળી હતી.

આ પુસ્તક માત્ર રિતિક વિશે નથી, પરંતુ બાળપણમાં એક યા બીજી શારીરિક મર્યાદા ધરાવતી વિશ્વ વિભૂતિઓ વિશે છે. બેન બ્રુક્સ નામના લેખક આ પુસ્તકમાં પાશ્ચાત્ય શાસ્ત્રોક્ત સંગીતના લેજંડરી સંગીતકાર બીથોવન, ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, ફ્રેન્ક ઓશિયન વગેરેની સાથે રિતિકની જીવનકથા પણ આ પુસ્તકમાં લખી રહ્યા છે.

નાનપણમાં રિતિક ખૂબજ ઓછું બોલતો કારણ કે એ તોતડો હતો. ઉપરાંત એની કરોડરજ્જુ વંકાયેલી હોવાથી એ સ્કોલીઓસીસ નામની બીમારીનો શિકાર બન્યો હતો. કુટુંબીજનોના પ્રોત્સાહન, દ્રઢ મનોબળ અને અથાક પુરુષાર્થ તેમજ વર્ક આઉટ દ્વારા એ શી રીતે આજના સ્થાને પહોંચ્યો એ તમામ વિગતો આ પુસ્તકમાં વાંચવા મળશે.

ફિલ્મોના શૂટિંગ દરમિયાન એને કેટલીક વાર ગંભીર કહેવાય એવી ઇજા પણ થઇ હતી. એકવાર તો એટલી ગંભીર ઇજા થયેલી કે એના મગજનું ઓપરેશન કરવું પડયું હતું. આ તમામ વાતો પણ પુસ્તકમાં સમાવી લેવાની બુ્રક્સની યોજના છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdRijq
via Latest Gujarati News

Post a Comment

0 Comments