અનુષ્કા શર્મા સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર

મોખરાની અભિનેત્રી ફિલ્મ સર્જક અનુષ્કા શર્મા (કોહલી) તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એણે પોતે શૅર કરેલા ફોટોગ્રાફને કારણે ટ્રોલ થઇ હતી.

એક ઇવેન્ટમાં એ બ્લેક ડ્રેસમાં સજ્જ થઇને ગઇ હતી. આ ફોટો શૅર કર્યા બાદ એણે બ્લૂ ડ્રેસમાં અન્ય ફોટોગ્રાફ્સ પણ શૅર કર્યા હતા. આ ફોટોગ્રાફ્સમાં એની કાયા જરાક અલગ રીતે રજૂ થવાથી લોકોએ એની ઠેકડી ઊડાવી હતી. એક અભિપ્રાય મુજબ એની કમરમાં પીડા (બેક પેઇન)ના કારણે એનો પોઝ આવો અપાઇ ગયો હતો. 

ઇન્સ્ટાગ્રામ પર આ પોઝ સાથેના ફોટોગ્રાફ્સ શૅર થયા એ સાથે એને ટ્રોલર્સે ઝડપી લીધી અને જાતજાતની ટકોર થવા લાગી. કેટલાક ટ્રોલર્સે લખ્યું કે થોડા સમય અગાઉ તમને બેક પેઇન થયું હતું ત્યારની યાદ આ ફોટોગ્રાફ તાજી કરાવે છે. તમને ફરી બેક પેઇન થયું નથી ને ?

એક ટ્રોલરે લખ્યું, આ હું છું, રસોડાની સિંકમાં વાસણ સાફ કરતો હોઉં અને કોઇ આવીને વધુ એકાદ બે પ્લેટ મૂકી જાય ત્યારે મારી સ્થિતિ આવી થઇ જાય છે... બીજાએ લખ્યું, કોઇ અનુષ્કાને જલદીથી 'મૂવ' ઓઇનમેન્ટ આપો પ્લીઝ... તો ત્રીજાએ લખ્યું, ઑફિસમાં બે'ક કલાક કામ કર્યા પછી મારી આવી સ્થિતિ થઇ જાય છે...ગેટ વેલ સૂન...



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uT57YV
via Latest Gujarati News

Post a Comment

0 Comments