અક્ષય કુમાર સહકુટુંબ લંચ લેતાં પકડાયો


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર 

મોખરાનો એક્શન અને કોમેડી સ્ટાર પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત છે. જો કે ક્યારેક બહાર લંચ કે ડિનર લેવા ઊપડી જતો હોય છે. તાજેતરમાં એ પત્ની અને બાળકો સાથે બહાર લંચ લેવા નીકળ્યો ત્યારે પાપારાઝી ફોટોગ્રાફર્સને મોજ પડી ગઇ હતી.

એની કરણ જોહર સાથે કરેલી બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત ફિલ્મ કેસરીએ રજૂ થયાના થોડા દિવસમાં ૧૦૦ કરોડની કમાણી નોંધાવી ત્યારબાદ એ પત્ની ટ્વીન્કલ ખન્ના અને બંને સંતાન પુત્ર આરવ તથા પુત્રી નિતારા સાથે બહાર લંચ લેવા નીકળ્યો હતો. 

છેલ્લા થોડા સમયથી સ્ટાર્સનાં સંતાનો પણ ફેન્સમાં હિટ નીવડી રહ્યાં છે. પછી એ સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર હોય કે અક્ષય કુમારનાં સંતાનો હોય. 

અક્ષયને એની પત્ની અને સંતાનો સાથે જોઇને પાપારાઝી ફોટોગ્રાફર્સને તો જાણે મનભાવતી વાનગી મળી ગઇ હતી. એ લોકોએ ધડાધડ ક્લીક કરવા માંડયું હતું.  જો કે અક્ષય કુમાર આવી દોડાદોડથી ટેવાઇ ગયો છે એટલે એણે આ તરફ ધ્યાન આપ્યું નહીં. એ પોતે પણ સહકુટુંબ વેકેશન માણવા વિદેશ જાય ત્યારે ત્યાંના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કરે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WNLRIb
via Latest Gujarati News

Post a Comment

0 Comments