ગ્રેઝિયા ઇન્ડિયાના કવર પર આલિયા ચમકી


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર

હાલ મોસ્ટ બીઝી કલાકારોમાં મોખરાની અભિનેત્રી ગણાતી આલિયા ભટ્ટે તાજેતરમાં ગ્રેઝિયા ઇન્ડિયા મેગેઝિનના કવર માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ ફોટો શૂટ માટે એેણે ગુલાબી કલરની મેટલ સાડી પહેરી હતી. રાઝી પછી બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ જીતી ગયેલી આલિયાની આજ કાલ મોટી માગ છે. એ કરણ જોહર અને સંજય લીલા ભણસાલી જેવા ખમતીધર ફિલ્મ સર્જકોની ફિલ્મો કરી રહી છે. એની પાસે અન્ય ફિલ્મોને આપવાની તારીખ સુદ્ધાં નથી.    

અન્યની વાત ક્યાં કરવી, એના પિતા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને એની સાવકી બહેન પૂજા ભટ્ટને સડક ટુ બનાવવા આલિયાની તારીખોની જરૂર છે પરંતુ આલિયા પાસે સમયનો અભાવ છે.

ગ્રેઝિયા ઇન્ડિયાના કવર પર એ શાનદાર દેખાય છે અને એના ફેન્સ આ કવર જોઇને ખુશ થઇ ગયા હોય એવું સોશ્યલ મિડિયા પર એને મળેલા પ્રતિભાવ પરથી જાણી શકાતું હતું.

મેઘના ગુલઝારની રાઝી સુપરહિટ નીવડયા બાદ આલિયાએ એના ગૉડફાધર જેવા કરણ જોહરની કલંક કરી હતી સાથોસાથ એ કરણ જોહરની જ ભારતીય સુપરહીરોની ટ્રિલોજીની પહેલી કડી જેવી બ્રહ્માસ્ત્ર પણ કરી રહી છે જેમાં એ પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ચમકી રહી છે.

કરણ જોહર જેવાજ ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીએ એને સલમાન ખાન સાથેની ફિલ્મ ઇન્શાલ્લાહ માટે સાઇન કરી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UcbghE
via Latest Gujarati News

Post a Comment

0 Comments