શાહરુખને અંકલ કહીને સારાએ ખળભળાટ મચાવી દીધો


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર

રજૂ થયેલી પહેલી બંને ફિલ્મો હિટ નીવડી છે એવી અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં સિનિયર અભિનેતા શાહરુખ ખાનને અંકલ કહીને ઠીક ઠીક ખળભળાટ મચાવી દીધો હતો.

કાર્તિક આર્યન સાથે અફેરમાં હોવાની સારાની વાતો આમ પણ એને મિડિયાના કેન્દ્રમાં રાખી રહી હતી. છેલ્લા થોડા સમયથી એની અને કાર્તિકની વાતો વહેતી થઇ હતી. ત્યાં શાહરુખ ખાનને અંકલ કહીને એ ફરી એકવાર મિડિયાના કેન્દ્રમાં આવી ગઇ.

આમ તો આવા સંબોધનની કોઇ નવાઇ ન હોવી જોઇએ કારણ કે શાહરુખ ૫૩ વર્ષનો છે જ્યારે સારા હજુ વીસીમાં છે. પરંતુ બોલિવૂડના કોઇ સુપર સ્ટારને જાહેરમાં અંકલ સંબોધન ગમતું નથી હોતું.

સારાને એની ફિલ્મ કેદારનાથ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો ત્યારે શાહરુખ ખાનનો ઉલ્લેખ અંકલ તરીકે કરતાં શાહરુખના ફેન્સ નારાજ થયા હતા અને સોશ્યલ મિડિયા પર સારાને ટ્રોલ કરી હતી.

સારાએ કહ્યું હતું કે મારા પિતા સાથે શાહરુખ અંકલ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહનું સંચાલન કરતા હતા. શાહરુખના ફેન્સ તરત સારા પર તૂટી પડયા હતા. કેટલાક લોકોએ સારાને સલાહ આપતાં લખ્યું હતું કે આવા પ્રસંગે અંકલને બદલે સર સંબોધન વાપરવું  જોઇએ. જવાબમાં  સારાના ફેન્સે સારાનો બચાવ કરતી ટ્વીટ પણ કરી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TR6Urr
via Latest Gujarati News

Post a Comment

0 Comments