એવેન્જર્સ એન્ડગેમનના ડાયરેક્ટર જો રુસો ગે સુપરહીરોને રજૂ કરશે


મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર

માર્વેલની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમના ડાયરેક્ટર જો રુસોએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં અમે ગે (સજાતીય સંબંધ ધરાવતો ) સુપરહીરો ફિલ્મ રજૂ કરીશું.

તમને નથી લાગતું કે હવે ગે સુપરહીરોની ફિલ્મ બનાવવાનો સમય પાકી ગયો છે ? એવા સવાલના જવાબમાં જો રુસેાએ કહ્યું, એકસો ટકા સમય પાકી ગયો છે. અમે નજીકના ભવિષ્યમાં ગે સુપરહીરોને રજૂ કરીશું.

રુસો ભાઇઓના નિર્દેશનમાં એવેન્જર્સ એન્ડગેમ રજૂ થવાની તૈયારીમાં છે. આ સિરિઝની આ છેલ્લી ફિલ્મ હોવાની વાતો હોલિવૂડની ગોસિપ કૉલમોમાં વહેતી થઇ હતી.

માર્વેલના સીઇઓ કેવિન ફૈજે પણ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આવી શક્યતા જાહેર કરી હતી. ઇટીઓનલાઇન ડૉટ કોમ સાથેની વાતચીત દરમિયાન કેવિન ફૈજે પણ કહ્યું હતું કે અમે ગે સુપરહીરો ફિલ્મ બનાવીએ એવી પણ શક્યતા છે ખરી. જો રુસો હાલ ભારતની મુલાકાતે આવ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YO049z
via Latest Gujarati News

Post a Comment

0 Comments