
લોસ એંજલ્સ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર
હોલિવૂડની માતબર અભિનેત્રી મિશેલ વિલિયમ્સે કહ્યું હતું કે અમારી એક ફિલ્મના રિશૂટ માટે હીરો માર્ક વ્હોલબર્ગને મળેલા મહેનતાણાની તુલનામાં મને ચણા મમરા જેટલું કવર મળ્યું ત્યારે મને જાણે લકવો મારી ગયો હોય એવી લાગણી થઇ હતી.
મંગળવારે દુનિયાભરમાં ઇક્વલ પે ડે ઊજવાયો ત્યારે અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ્સની સ્પીકર નાન્સી પેલોસી અને અન્ય આગેવાન મહિલાઓ સાથેની સભામાં મિશેલ બોલી રહી હતી. એણે કહ્યું કે ફિલ્મની સફળતામાં સૌ કોઇનો યથાશક્તિ ફાળો હોય છે. નાનામાં નાના કર્મચારીએ પણ પસીનો વહાવ્યો હોય છે. હીરોને જે કવર મળે એવું અને એટલુંજ કવર હીરોઇનને પણ મળવું જોઇએ એવો સમય હવે પાકી ગયો છે.
મિશેલે જેસિકા ચેશ્ટનને આવી જાગૃતિ ફેલાવવા બદલ યશ આપ્યો હતો. એણે કહ્યું કે હીરોઇનોને ચૂકવાતા ચણા મમરા જેટલા મહેનતાણાં બાબત સૌ પ્રથમ જેસિકાએ અવાજ ઊઠાવ્યો હતો. અમારી એક ફિલ્મના રિશૂટ માટે માર્કને ચૂકવાયેલા દોઢ લાખ ડૉલર્સની તુલનાએ મને ફક્ત એક હજાર ડૉલર્સ ચૂકવાયા હતા. મને તો જાણે લકવો મારી ગયો હોય એવી લાગણી થઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vk34bT
via Latest Gujarati News
0 Comments