
લોસ એંજલ્સ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર
જગપ્રસિદ્ધ ફિલ્મ કંપની વોર્નર બ્રધર્સે એવી જાહેરાત કરી હતી કે અમારી આગામી ફિલ્મ ધ જોકર ભારતમાં ચાલુ વર્ષના ઓક્ટોબરની ચોથીએ રજૂ થશે
આ ફિલ્મમાં જોઆક્વીન ફિનિક્સ જોકર તરીકે રજૂ થઇ રહ્યો છે. ડીસી કોમિક્સની આ ફિલ્મનું ડાયરેક્શન ટોડ ફિલિપ્સે કર્યું છે. આ ફિલ્મમાં જોકર જેવા કલાકારની સમાજે કરેલી ઉપેક્ષાની કથાને કલાત્મક રીતે રજૂ કરાઇ છે. આર્થર ફ્લેક ઉર્ફે જોકરના જીવનની એવી કથા રજૂ થાય છે જે અગાઉ સમાજે કદી કલ્પી કે જોઇ નથી.આ માણસનું વ્યક્તિત્વ એટલું ડાર્ક છે કે એનો સચોટ ખ્યાલ આવતાં અન્ય લોકો થથરી જાય.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYEpqe
via Latest Gujarati News
0 Comments