રાજસ્થાન: એરફોર્સ સ્ટેશન નજીક મોર્ટાર બોમ્બ મળવાથી અફરાતફરી સર્જાઈ

જયપુર, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

રાજસ્થાન: એરફોર્સ સ્ટેશન નજીક મોર્ટાર બોમ્બ મળવાથી અફરાતફરી સર્જાઈ

રાજસ્થાનના બીકાનેરમાં બુધવારે મોર્ટાર બોમ્બ મળવાથી અફરાતફરી મચી ગઈ. જીવતો બોમ્બ નાલ એરફોર્સ સ્ટેશન પાસેથી અમુક અંતરે હાઈવેની પાસે રાખવામાં આવ્યો હતો.

બોમ્બ મળ્યાની જાણકારી મળ્યા બાદ વાયુસેનાના અધિકારી સ્થળ પર પહોંચ્યા અને પોલીસ અધિકારીને મોર્ટાર બોમ્બની માહિતી આપી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને આસપાસથી પસાર થવાથી રોકવામાં આવ્યા. આ બોમ્બ કોણે મૂક્યો હતો તે હજુ જાણી શકાયુ નથી.

વાયુસેના અને પોલીસ અધિકારીઓએ બોમ્બને ડિફ્યૂઝ કરીને પોતાના હસ્તક લઈ લીધો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FX5SGJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments