ચંડીગઢ, તા.3 એપ્રિલ 2019, બુધવાર
પંજાબમાં ચર્ચના પાદરી પાસેથી મળેલી લગભગ 10 કરોડની રકમના પગલે પોલીસ ચોંકી ઉઠી છે.
પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે પાદરી એન્થની પોતે ત્રણ મોટી કંપનીઓ ચલાવે છે. જેમના નામ નિધિત, સહોદયા અને નવજીવન છે. ઉપરાંત પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચાલતા કેથોલિક સ્કૂલ તથા હોસ્પિટલના હિસાબ કિતાબ પણ રાખે છે.
આ કંપનીઓ થકી ખેથોલિક સ્કૂલોમાં ઈંટથી માંડીને સેનેટરી પેડ, યુનિફોર્મ, પુસ્તકો અને બીજી સ્ટેશનરી સપ્લાય કરવામાં આવે છે. આ કંપનીમાં ફાધર એન્થનીના પાર્ટનર પણ છે.
જોકે ફાધર એન્થનીએ પોલીસ પણ 6.5 કરોડ રુપિયાની ખાયી કરવાનો આરોપ સામે લગાવ્યો છે. જેના પગલે પોલીસે આ આક્ષેપની પણ તપાસ શરુ કરાવી છે. જોકે સવાલ એ છે કે પાદરીની વાત સાચી માનવામાં આવે તો લગભગ 16 કરોડની રકમ પાદરી પાસે આવી ક્યાંથી? જોકે, ફાધરનુ કહેવુ છે કે, પોલીસે પકડેલી રકમ સહોદયા કંપનીની હતી અને આ રકમ બેન્કમાં જમા કરાવવાની હતી.
પોલીસે હજી કેટલાક સવાલોનો જવાબ મેળવવાના બાકી છે. જેમ કે આચાર સંહિતા દરમિયાન આટલી મોટી રકમ જોડે રાખવી કાયદાકીય રીતે કેટલુ યોગ્ય છે?
કેન્દ્ર સરકારે તો વીસ હજારથી વધારે રોકની લેવડ દેવડ પર રોક લગાવી છે તો ફાધર પાસે 16 કરોડ રોકડા ક્યાંથી આવ્યા?
પોલીસને દાવો છે કે રસ્તા પર ચેકિંગ દરમિયાન આ રકમ મળી હતી જ્યારે ફાધર કહે છે કે તેમની કોલ લોકેશન ચેક કરવામાં આવે તો પોલીસે તેમને જ્યાંથી પકડ્યા છે તે વિસ્તારમાં તો તેઓ ગયા જ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FJJKOr
via Latest Gujarati News
0 Comments