WhatsAppનો ભારતમાં ધમાકો, ફેક ન્યૂઝ ઓળખવા લોન્ચ કર્યુ Tipline ફીચર


નવી દિલ્હી, 3 એપ્રિલ 2019, બુધવાર

વોટ્સએપએ નકલી ખબરોને પકડી પાડવા માટે નવું ફીચર એક્ટિવ કર્યું છે. આ ફીચન Tipline સેવા છે. આ ફીચરની મદદથી વોટ્સએપ પર આવેલા કોઈપણ સમાચાર કે અન્ય જાણકારીને યૂઝર્સ ચકાસી શકશે. મહત્વપૂર્ણ છે કે લોકસભા 2019ની ચુંટણી પહેલા વોટ્સએપએ ફેક ન્યૂઝ પર લગામ મુકવા કમર કસી છે. 

ચેક પોઈંટ Tiplineને ભારતમાં એક સ્ટાર્ટઅપની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપનું નામ પ્રોટો છે. Tiplineની મદદથી અફવા ફેલાવતા મેસેજ વિશેની તમામ જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત તેની મદદથી યૂઝર્સ મેસેજની સત્યતા તપાસી શકશે. આ સેવા માટે વોટ્સએપના +91 9643 000 888 નંબર પર એક મેસેજ કરવાનો રહેશે. આ નંબર પર ફોરવર્ડે મેસેજ સેન્ડ કર્યા બાદ કંપની તેના વિશેની જરૂરી જાણકારી મેળવી લેશે અને યૂઝરને જણાવશે કે આ મેસેજ ફેક છે કે નહીં. આ સેવા હેઠળ યૂઝર્સ ફોટો, વીડિયો, વીડિયો લિંક, ટેક્સ્ટ મેસેજની સત્યતા ચકાસી શકશે. આ સેવા હાલ હિંદી, તેલુગુ, બંગાળી અને મલયાલમ ભાષા માટે ઉપલબ્ધ છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHByVV
via Latest Gujarati News

Post a Comment

0 Comments