પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને જશે


દૂબઇ/ નવી દિલ્હી તા.25 એપ્રિલ 2019 ગુરૂવાર 

અમેરિકાએ ઇરાન પાસેથી ભારતે ક્રૂડ તેલ લેવું નહીં એેવા જાહેર કરેલા પ્રતિબંધના પગલે સાઉદી અરેબિયાએ કરેલી જાહેરાત ભારતના વપરાશકારો માટે આફત રૂપ બને એવી શક્યતા છે.

સાઉદી અરેબિયાના ઊર્જા પ્રધાન ખાલિદ અલ ફલીએ બુધવારે રિયાધમાં એક આર્થિક પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે હાલ ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવાની અમારી કોઇ યોજના નથી. એનો આડકતરો અર્થ એ છે કે ભારત સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી નહીં શકે. પોતાની જરૂરિયાત માટે ભારતે અન્યત્ર નજર દોડાવવી પડશે.

આમ થાય તો ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને જવાની શક્યતા નકારી કઢાતી નથી.

ખાલિદે વધુમાં કહ્યું કે વેનેઝુએલામાં બની રહેલી ઘટનાઓ અને ઇરાન પરના પ્રતિબંધોને કડક કરવાની અમેરિકાની જાહેરાત છતાં અમે હાલ તુરત અમારું ઉત્પાદન વધારી શકીએ એમ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XGou3B
via Latest Gujarati News

Post a Comment

0 Comments