નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર
વારાસણી લોકસભા બેઠક પરથી નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની વાતો વચ્ચે કોંગ્રેસે આજે નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકિટ આપી છે. 2014માં પણ કોંગ્રેસે અજય રાયને ઉમેદવાર બનાવ્યા હતા પણ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે એકવાર ફરી કોંગ્રેસ તેમના પર દાવ રમી રહીં છે.
અજય રાય વારાણસી બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. અજય રાયે પોતાની રાજકીય ઇનિંગ 1996માં બીજેપી ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડી કરી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ અજય રાય સપામાં સામેલ થઇ ગયા. સપની ટિકિટ પરથી 2009માં લોકસભા ચૂંટણી લડ્યાં પરંતુ જીતી શક્યાં નહીં. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા અને 2012માં ફરી ધારાસભ્ય બન્યા.
ત્યાર બાદ 2014માં નરેન્દ્ર મોદીની સામે મેદાને ઉતર્યા. તે દરમિયાન રાયે નરેન્દ્ર મોદી બહારના (બનારસથી બહારના) અને અરવિંદ કેજરીવાલને ભાગેડુ કહ્યા હતા. જોકે, તેમનો આ દાવ કામ લાગ્યો નહીં અને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 5 લાખ 81 હજાર 22 મત મળ્યા હતા. તો અરવિંદ કેજરીવાલને 2 લાખ 9 હજાર 238 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અજય રાયને 75 હજાર 614 મત મળ્યા હતા. જો ટકાવારીની રીતે સમજીએ તો નરેન્દ્ર મોદીને 56.37 ટકા, અરવિંદ કેજરીવાલને 20.30 ટકા અને અજય રાયને 7.34 ટકા મત મળ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GH0Hec
via Latest Gujarati News
0 Comments