
લોસ એંજલ્સ તા.13 એપ્રિલ 2019, શનિવાર
અભિનેત્રી અમ્બર હર્ડે કહ્યું હતું કે મારો ભૂતપૂર્વ પતિ જ્હૉની ડેપ તો રાક્ષસ છે. મારા પર એણે ગુજારેલા અત્યાચારો એને યાદ નહીં હોય કારણ કે એ એક નંબરનો શરાબી અને ડ્રગનો બંધાણી છે.
અમ્બરે કોર્ટમાં કહ્યું, '2015ના ડિસેંબરની જ વાત લ્યો. મારા માથાના વાળ ખેંચીને મારા ગળા પર ભીંસ વધારતાં એ બરાડયો હતો, સાલ્લી રાં... હું તને મારી નાખીશ, સમજી ? લોસ એેંજલ્સ ખાતેના અમારા એપાર્ટમેન્ટમાં એ મને જાનવરની જેમ ઘસડીને બેડરૂમમાં ળઇ ગયો હતો અને મારા મસ્તક પર મુક્કા મારવા લાગ્યો હતો...'
2012માં જ્હૉની અને અમ્બર વચ્ચે ડેટિંગ શરૂ થયું હતું. અમ્બરે એવો દાવો કર્યો હતો કે ત્યારબાદ એેક વર્ષના ગાળા બાદ મને એના શરાબીપણાની અને એ ડ્રગનો બંધાણી હોવાની જાણ થઇ હતી.
2015ના ફેબુ્રઆરીમાં આ બંને પરણી ગયાં હતાં. અમ્બરે કોર્ટમાં કહ્યું કે શરાબના નશામાં કે ડ્રગની અસર હેઠળ પેાતે જે જંગલી વર્તન કર્યું હોય એ જ્હૉનીને પાછળથી યાદ રહેતું નહોતું. એકવાર શરાબનો નશો કે ડ્રગની અસર ઊતરી જાય ત્યારે પોતે કેવું વર્તન કરેલું એ એને યાદ આવતું નહોતું. હું લગ્ન પછી ખરેખર સારો માણસ બની જઇશ એવાં વચનો એણે મને ઘણીવાર આપ્યાં હતાં. હું એને ચાહતી હતી એટલે આ વચનો પર ભરોસો રાખીને હું એને પરણી હતી. એ સુધર્યો નહીં. ઊલટું દિવસે દિવસે એનું વર્તન વધુ રાક્ષસી થતું ગયું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvO0Ev
via Latest Gujarati News
0 Comments