દીકરીની નિર્માણાધીન ફિલ્મમાં હસ્તક્ષેપ કરવાનો સુનીલ શેટ્ટી પર આક્ષેપ


મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર

બે વરસ પહેલાં કંગના રનૌતે બોલીવૂડમાં સગવાદનો મુદ્દો ઉખેડયો હતો. સામસામા આક્ષેપ-પ્રતિ આક્ષેપની ઝડી પછી બે મહિનામાં આ વાવાઝોડું શાંત થઈ ગયું. હવે આ વિવાદ પાછો સપાટી પર આવે એવી શક્યતા છે.

આથિયા શેટ્ટી સુનીલ શેટ્ટીની દીકરી પણ અભિનેત્રી છે. જોકે એ હજી ખાસ ઉકાળી શકી નથી. દીપા મહેતાની મોતીચૂર ચકનાચૂરમાં એ નવાઝુદ્દીન સિદ્દિકીની સામે મુખ્ય ભૂમિકામાં છે. સુનીલ એની દીકરીની ડૂબતી નૈયાને તારવા એટલો હાંફળો-ફાંફળો અને રઘવાયો બન્યો છે કે એ ફિલ્મના પ્રત્યેક પાસામાં હસ્તક્ષેપ કરે છે.

મામલો એટલી હદે વધી ગયો કે નિર્માતાઓએ પરમ દિવસે પબ્લિક નોટિસ જારી કરવી. એમાં સ્પષ્ટતા કરવામાં આવી કે સંબંધિત ફિલ્મના તમામ હક અને નિર્ણય લેવાનો અધિકાર નિર્માતાનો છે. સુનીલ શેટ્ટીને ફિલ્મ સાથે કંઈ લાગતું-વળગતું નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uMazMZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments