જેટ એરવેઝ શનિવાર અને રવિવારે ફક્ત ૬ થી સાત ફલાઇટ ઉડાવશે : ઉડ્ડયન સચિવ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨

જેટ એરવેઝ શનિવાર અને રવિવારે ફક્ત ૬ થી સાત ફલાઇટ ઉડાવશે તેમ ઉડ્ડયન સચિવ પી એસ ખારોલાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે   વર્તમાન સ્થિતિમાં યાત્રીઓ હેરાન ન થાય તે વાતનું ધ્યાન રાખવામાં આવે. 

ખારોલાએ વધુમાં જણાવ્યું છે કે ફલાઇટ રદ થવાની જાણ પેસેન્જરોને ૪૮ કલાક પહેલા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉડ્ડયન સચિવે એક નિવેદનમાં જણાવ્યું છે કે જેટ એરવેઝની બેંકો સાછે બેઠક યોજાઇ હતી. એરલાઇન્સે બેંકો સમક્ષ ભંડોેળની માગ કરી હતી. હાલમાં જેટ એરવેઝની ૧૧ ફલાઇટ કાર્યરત છે જે ઘટીને આગામાી બે દિવસમાં ૬ થી ૭ થઇ જશે. 

હાલમાં જેટ એરવેઝની એક દિવસમાં ૫૦થી પણ ડોમેસ્ટિક ફલાઇટ કાર્યરત છે. એરલાઇન્સે સોમવાર સુધી ઇન્ટરનેશનલ ઓપરેશન બંધ કરી દીધા છે. 

એરલાઇન્સની સ્થિતિ વધુ કથળતા વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકનું નેતૃત્ત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સચિવ કરશે. 

નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જેટ એરવેઝ સાથે સંકળાયેલા મુદ્દાઓની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા પછી આ બેઠકની જાહેરાત કરવામાં આવી હતી.

 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdCkn7
via Latest Gujarati News

Post a Comment

0 Comments