નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પરથી પ્રજ્ઞા ઠાકુરે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. આ સમાચાર સાંભળીને કદાચ ચોંકી જશો પરતું ઉમેદવારી પત્ર પરત ખેંચનાર પ્રજ્ઞા ઠાકુર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર નહી પરંતુ અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર છે. અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરના સમર્થનમાં પોતાનું નામ પરત ખેચ્યું છે.
ભોપાલ લોકસભાની સીટ પરથી ભાજપે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પરથી જ સરખું નામ ધરાવતા પ્રજ્ઞા ઠાકુરે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સરખું નામ હોવાને કારણે મતદારોથી ચૂક થશે તેવો ભાજપને આશંકા હતી.
આ આશંકાને જોતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પોતે પ્રજ્ઞા ઠાકુરને મનાવવા માટે પોતાના ઘરે બોલાવી તેમની સાથે વાતચીત કરી અને ચૂંટણી નહી લડવાની અપીલ કરી. જે બાદ પ્રજ્ઞા ઠાકુરે ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UESlrj
via Latest Gujarati News
0 Comments