અમેરિકાએ પાકિસ્તાન પર લગાવ્યો પ્રતિબંધ, હવે નહી મળશે USના વિઝા


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર

અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટો નિર્ણય કર્યો છે. અમેરિકાએ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને આ પગલુ તે સમય ભર્યું છે જ્યારે પાકિસ્તાને પોતાના નિર્વાસિત અને વિઝા પૂર્ણ થવા છતા પણ અમેરિકામાં રહેતા નાગરિકોને પરત લેવાનો ઇનકાર કર્યો.

અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે, સિનિયર પાકિસ્તાની ઓફિસર્સના વિઝા રોકી તેઓ બાકી નાગરિકોના વિઝાને હોલ્ડ કરી શકે છે. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી શુક્રવારે આ બાબતનું એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ.

વિદેશ વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાન એમ્બેસીના કામકાજમાં કોઇ ફેરફાર નહી થાય. પરંતુ હવે આ પ્રતિબંધ બાદ અમેરિકા પાકિસ્તાનીઓના વિઝાને રોકી શકે છે. તેની શરૂઆત સિનિયર ઓફિશિયલ્સના વિઝાને રોકીને કરવામાં આવી શકે છે. પાકિસ્તન તે 10 દેશોની યાદીમાં આવી ગયું છે જેના પર અમેરિકન કાયદા હેઠળ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vngYi5
via Latest Gujarati News

Post a Comment

0 Comments