નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર
રિલાયંસ જિયો વર્ષ 2019ની પ્રથમ ત્રિમાસીમાં 30 ટકા માર્કેટ શેર સાથે સૌથી આગળ ચાલી રહી છે. ભારતીય બજારના 40 કરોડ ફીચર ફોન યૂઝર્સને કોઈ ધ્યાન બહાર રાખી શકે નહીં આ આંકડા આગામી 5 વર્ષ સુધી જળવાઈ રહેશે. આ યાદીમાં સેમસંગ 15 ટકા માર્કેટ શેર સાથે બીજાક્રમે છે જ્યારે લાવા 13 ટકા સાથે ત્રીજા સ્થાને છે.
રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્માર્ટફોન માર્કેટમાં વર્ષ 2018માં પહેલીવાર મંદી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ફીચર ફોનના માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે. બ્રોકરેજ કંપની સીએલએસએએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં માર્કેટ શેરમાં જિયો ટોચ પર રહેશે. કંપનીની રીપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો અને કુલ સંખ્યા 118.4 કરોડ થઈ. જ્યારે રિલાયંસ જિયો સાથે 80 લાખ નવા ગ્રાહકો જોડાયા. જેના કારણે દેશભરમાં જિયોના 30.6 કરોડ ગ્રાહકો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PyfYRx
via Latest Gujarati News
0 Comments