1 લાખ કરોડ ડોલરની માર્કેટ વેલ્યૂ ધરાવતી દુનિયાની 4 કંપની બની માઈક્રોસોફ્ટ


નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર

અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટ 70 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ ધરાવતી દુનિયાની ચોથી અને અમેરિકાની ત્રીજી કંપની બની છે. ક્લાઉડ સર્વિસની સફળતાના આધારે કંપનીએ ત્રીજી ત્રિમાસીમાં શ્રેષ્ઠ પરીણામ મેળવ્યું છે. બુધવારના રોજ ટ્રેડિંગમાં તેનો માર્કેટ કેપ 1 લાખ ડોલરના આંકડાને પાર કરવામાં સફળ રહ્યો હતો. આ ટ્રેડિંગ પૂર્ણ થતા સુધીમાં તે 95.91 હજાર ડોલર રૂપિયા હતો. 

માઈક્રોસોફ્ટ પહેલા દુનિયાની ત્રણ અન્ય કંપનીઓએ એક લાખ ડોલર માર્કેટ વેલ્યૂનો આંકડો પાર કર્યો છે. ચીનની કંપની પેટ્રો ચાઈના આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પહેલી કંપની છે. તેણે 2007માં આ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ત્યારબાદ અમેરિકાની એપલ કંપનીનું નામ આવે છે અને ત્રીજી કંપની એમેઝોન છે. આ બંને કંપનીઓએ 2018માં એક લાખ ડોલરનો માર્કેટ કેપ પાર કર્યો હતો. 

માર્ચમાં માઈક્રોસોફ્ટની રેવન્યૂ 14 ટકા વધી અને 3060 કરોડ ડોલર થઈ હતી. ક્લાઉડ સર્વિસની રેવન્યૂમાં 41 ટકાનો વધારો થયો હતો. અંતરિમ બજેટ અનુસાર ભારતની જીડીપી 2.7 લાખ કરોડ ડોલર છે પરંતુ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશ અમેરિકાની ટોપ ત્રણ કંપનીઓનો માર્કેટ કેપ આપણી જીડીપી કરતા પણ વધારે છે. માઈક્રોસોફ્ટ, એપલ અને એમેઝોનનો કુલ માર્કેટ કેપ 2.87 લાખ કરોડ ડોલર છે. આ આંકડો ભારતથી 13 લાખ કરોડ વધારે છે. 

માર્કેટ વેલ્યૂની વાત કરીએ તો મુકેશ અંબાણીની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કંપની છે. તેની વૈલ્યૂ 12.45 હજાર કરોડ ડોલર છે. જો કે અમેરિકાની ત્રણેય કંપનીઓ ભારતની સૌથી મોટી કંપની કરતા આઠ ગણી મોટી છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IX4hlW
via Latest Gujarati News

Post a Comment

0 Comments