નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરગર્ગએ માન્યું છે કે વોટ્સએપ કંપની માટે અલાભકારી એપ છે. માર્કના જણાવ્યાનુસાર આ એપ કંપનીની અન્ય એપને ખતમ કરી રહી છે. માર્કએ આ વાત એક મુલાકાત દરમિયાન કહી હતી. માર્કે આ તકે ડેટા લોકલાઈઝેશન અંગે પણ વાત કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ દેશમાં સેંસિટિવ ડેટા સ્ટોર કરતા નથી. નબળા સરકારી નિયમોના કારણે ડેટા સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ મામલે તેમણે જે પગલા ભર્યા છે તેમાં પણ રીસ્ક છે. જો તેમને પ્રમુખ દેશોમાં બ્લોક કરવામાં આવે તો તેના નફાને અને કોમ્યૂનિટીને નુકસાન થશે.
માર્કને વોટ્સએપ અને ફેસબુક અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે પ્રાઈવેટ પ્લેટફોર્મ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારત જેવા દેશમાં પબ્લિક પ્લેટફોર્મ પર ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં ફેસબુક કરતાં વોટ્સએપ પ્રચલિત છે. જો કે દુનિયાભરની વાત કરીએ તો લોકો પ્રાઈવેટ અને પબ્લિક બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઈચ્છે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L6eqzn
via Latest Gujarati News
0 Comments