નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
એર ઇન્ડિયાના સર્વરમાં સર્જાયેલી ખામીના સાંજ સુધી ઠીક થવાની શક્યતા નહી હોવાના કારણે વિમાન સેવાની ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની શક્યતા છે. સર્વરમાં ખરાબીના કારણે ચેક ઇન, બેગેજ હેન્ડલિંગ અને બોર્ડિંગ જેવી સેવાને અસર થઇ હતી. ટેક્નિકલ ખામીના કારણે એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્પ્રેસ અને અલાયંસ એર દ્વારા સંચાલિત 155 ફ્લાઇટ્સ શનિવાર સાંજ સુધી મોડી ચાલે તેવી શક્યતા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં એર ઇન્ડિયાના અધ્યક્ષ અશ્વની લોહાનીએ કહ્યું કે, શનિવારે સવારે 10 વાગ્યા સુધી 85 ફ્લાઇટ મોડી પડી હતી. શરૂઆતમાં ફ્લાઇટ્સ રદ્દ કરવાની અસર ડોમેસ્ટક ફ્લાઇટ્સ પર રહેશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સમયસર રહેશે.
તેમણે કહ્યું કે, સર્વર ઠીક કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને પહેલેથી જ તેમની ફ્લાઇટ્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે. કેટલીક ફ્લાઇટ્સનો સમય ફરી નિર્ધારિત કરવામાં આવ્યો છે. વૈશ્વિક વિમાન IT કંપની SITના સર્વરમાં ખામી સર્જાવાને કારણે પાંચ કલાક સુધી ફ્લાઇટ્સને અસર પડી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3CS99
via Latest Gujarati News
0 Comments