ચેન્નઇ, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
ભારતીય હવામાન વિભાગે શનિવારે આગાહી કરી છે કે, હિંદ મહાસાગર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલા પ્રેશરવાળું ક્ષેત્ર ગહેરાયું છે અને આ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન ચક્રાવતી તોફાન અને પછી પ્રચંડ ચક્રાવતી તોફાનમાં તબદીલ થવાની આશંકા છે. તેમજ માછીમારોને દરિયો નહી ખેડવા જવાની સુચના આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, પૂર્વિય ભૂમધ્યરેખીય હિંદ મહાસાગર અને તેની સાથે જોડાયેલા દક્ષિણપૂર્વિય બંગાળની ખાડીમાં પ્રેશરવાળું ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ તરફ વધ્યું છે અને તે ઊંડા દબાણવાળા ક્ષેત્રમાં તબદીલ થઇ ગયું છે
IMDએ કહ્યું કે, આગામી 12 કલાકમાં તેના ચક્રાવતી તોફાનમાં બદલવા અને તે બાદ આગામી 24 કલાકમાં પ્રચંડ ચક્રાવાતી તોફાનમાં બદલવાની આશંકા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે 80-90 કિલોમીટર પ્રતિકલાક થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાય શકે છે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં દરિયાના ઊંચા મોજા ઉઠી શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે તમિલનાડૂ અને પોંડીચેરીના દરિયાકિનારે, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરલના કિનારે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટરથી લઇને 50 કિલોમીટર પ્રતિકલાક સુધીની રહી શકે છે અને માછીમારોને દરિયો નહી ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W84JBy
via Latest Gujarati News
0 Comments