ચૂંટણી માહિતી કેન્દ્ર આંકડાઓની માયાજાળ

 

તમારું નામ મતદાર યાદીમાં છે કે નહી ? તમારે ક્યા બુથ પર મતદાન કરવાનું છે? તમારા વિસ્તારમાં કેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે? આ બધા સવાલોના જવાબ અત્યારે આપણને ઘરે બેઠા મળે છે. ઇન્ટરનેટ અને ટેકનોલોજીના વ્યાપથી આજ આ બધી માહિતી મોળવવી એકદમ સરળ છે. 

પરંતુ આજથી ૬૦ વર્ષ પહેલા સરળ નહોતું. પ્રસ્તુત તસવીર ૧૯૬૭માં થયેલી લોકસભા ચૂંટણી વખતે દિલ્હીમાં આવેલા ચૂંટણી માહિતી કેન્દ્રની છે. ચૂંટણી પંચ દ્વારા દેશમાં વિવિધ જગ્યાઓ પર આવા કેન્દ્ર ખોલવામાં આવતા હતા. જેમાં પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગ ઉભો કરવામાં આવતો હતો. જ્યાં જે તે વિસ્તારના ઉમેદવારો, મતદારો અને અન્ય માહિતી રાખવામાં આવતી હતી.

આજે જે કામ કમ્યુટર અથવા તો ટેકનોલોજીની મદદ વડે ચપટી વગાડતા થાય છે તે બધા કામ તે સમયે મેન્યુઅલી થતાં હતા. દરેક કેન્દ્ર પર મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓ કામ કરતા. ટેલિફોન અને પોસ્ટ વડે માહિતી એકઠી કરી દેશભરના અન્ય કેન્દ્ર સાથે સંપર્કમાં રહેતા. પરિણામના દિવસે અત્યારે આપણને દરેક સેકન્ડના સમાચાર ઘરે સોફા પર બેઠા બેઠા મળે છે, પરંતુ તે સમયે પરિણામના દિવસે ચૂંટણી માહિતી કેન્દ્ર પર રીતસરની આંકડાઓની માયાજાળ સર્જાતી હતી. ફોટોમાં દેખાતાં બ્લેક બોર્ડની માફક પરિણામની વિગતો આપવામાં આવતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VejOkH
via Latest Gujarati News

Post a Comment

0 Comments