
લોસ એંજલ્સ તા.3 એપ્રિલ 2019, બુધવાર
હોલિવૂડના માતબર અભિનેતા બ્રુસ વીલીસે કેરેબિયન બ્રિટિશ ટેરિટરીના ટર્કસ્ અને કૈકોસ વિસ્તારમાં આવેલી પોતાની પ્રોપર્ટી વેચવા કાઢી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
રળિયામણા દરિયા કાંઠે પેરટ કે તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી આ પ્રોપર્ટી સાત એકરમાં અને 1100 ફૂટ વિસ્તારમાં ત્રણ બંગલા ધરાવે છે એમ પિપલ ડૉટ કોમના અહેવાલમાં જણાવાયું હતું.
હજુ તો ગયા વરસે વીલીસ (ઉંમર વર્ષ 64)એ આ પ્રોપર્ટીમાં રિનોવેશન કરાવીને મોસ્ટ મોડર્ન એમેનિટિઝ ઉમેરી હતી. આ સ્થળેે એણે પોતાની દસ વર્ષના દાંપત્યજીવનવાળી પત્ની એમા હેમિંગ (ઉંમર વર્ષ 40) જોડે લગ્ન કર્યાં હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ue7rZh
via Latest Gujarati News
0 Comments