
લોસ એંજલ્સ તા.3 એપ્રિલ 2019, બુધવાર
મોખરાની ગાયિકા અને અભિનેત્રી ક્વીન લતીફા પેપર ચેઝ નામની એક કોમેડી ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત નિર્માત્રી તરીકેની જવાબદારી અદા કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
એન્જેલા ટકર અને લોરેન ડોમીનોએ સ્ક્રીપ્ટ લખી છે. ક્વીન લતીફા અને શકીમ પોતાના બેનર ફ્લેવર યુનિટ પ્રોડક્શન્સ અને ગન પાઉડર એન્ડ સ્કાય કંપનીની ભાગીદારીમાં આ કોેમેડી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવાનું વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
ટકર આ ફિલ્મનું ડાયરેક્શન પણ સંભાળશે. સ્ટોરીલાઇન એવી છે કે ન્યૂ ઓર્લિયન્સની એક ટીનેજર એલિશિયા એટલાન્ટાની કેન્સિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે ત્યારે શી રીતે પોતાન ભીતરી વ્યક્તિત્વને પિછાણતી થાય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VmM5W4
via Latest Gujarati News
0 Comments